રાજુલા જાફરાબાદ ખાંભા ૯૮-વિધાનસભા ચૂંટણીમાં સર્વ સમાજ ને સાથે રાખી ચાલનાર અને બહોળું મિત્ર સર્કલ ધરાવતા એવા રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી સાગરભાઈ ડાભીયા આવનારી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી માં ઉમેદવારી કરવાંનાં હોય. જેને લઈને સર્વ સમાજ ના પ્રિય અને સોનલમાના પરમ ઉપાસક એવા સાગરભાઈ ની ઉમેદવારી ને લઈ ને ખાસ કરી ને કોળી સમાજ માં હર્ષ ની લાગણી વ્યાપી ગઈ છે અને સાગરભાઈ ડાભીયાને સર્વત્ર આવકાર પ્રાપ્ત થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને કોળી સમાજ જેના દરેક સુખ દુઃખનાં સાથી જે કોરોના જેવી વિકરાળ પરિસ્થિતિ માં પણ દિકરીઓના સમુહ લગ્નોત્સવ અને દરેક સારા નરસા પ્રસંગોમાં માં મદદ રૂપ થયા છે. અને સુખ દુઃખ નાં અડધી રાત્રીના હોંકારો એવા સાગરભાઈ ડાભીયા પણ ૨૦૨૨ની ચૂંટણી નાં પડઘમ વાગતાં જ નગારે ઘાવ દેવા તડામાર તૈયારી ઓ કરી રહ્યાં છે. અને રાજુલા, જાફરાબાદ, ખાંભા ના કોળી સમાજ નાં અગ્રણીઓ પણ સાગરભાઈ ને સર્વત્ર આવકારી રહ્યાં છે. અને કહી રહ્યા છે. સાગરભાઈ તુમ આગે બઢો હમાંરો કોળી સમાજ આપકે સાથ હૈ!!! એવું કોળી સમાજ અગ્રણી રાજુભાઇ બારૈયા ની અખબારી યાદી મા જણાવાયું છે
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.