વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે તિલકવાડા એકલવ્ય સ્કૂલ અને વોરા શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે રંગોલી સ્પર્ધા યોજાઇ

આજ રોજ 17 સપ્ટેમ્બરના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 72 માં જન્મ દિવસના અવસર પર સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી ને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપ તિલકવાડા નગરમાં આવેલી એકલવ્ય સ્કૂલ તથા વોરા ગામ ખાતે આવેલી શારદા મંદિર હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરી વિવિધ રંગોળી બનાવીને પ્રધાનમંત્રીજી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

આજ રોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસના અવસર પર સમગ્ર દેશમાં ભાજપા ના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રૂટ વિતરણ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને હર્ષોલ્લાસ સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં આવેલી મહાત્મા ગાંધી એકલવ્ય ગ્લોબલ સ્કૂલ તથા વોરા ખાતે આવેલી શારદા મંદિર હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો અને રંગબેરંગી રંગોળી બનાવી ને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી એકલવ્ય સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના તાલુકાના સંયોજક વનરાજસિંહ પુનિયારા તથા મયુર રાજ તડવી સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા