દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરના પંચશીલ ફાર્મ હાઉસ ખાતેથી એસીબીએ બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. જે કેસમાં વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ગઈકાલે વિપુલ ચૌધરીના મહેસાણા કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે બીજી બાજુ વિપુલ ચૌધરીના દૂધ સાગર દાણ કેસ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને મહેસાણા કોટે સમન્સ પાઠવ્યું છે અને સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.