આ રસીકરણની કામગીરી કણકોટ ગામમાં ઘરે ઘરે જઈને પશુઓને બિલકુલ ફ્રીમાં મૂકવામાં આવી હતી. ગામના પશુપાલકો ને જે પશુઓને રસી મુકાવવામાં બાકી હોય. તે પશુપાલકોને પોતાના પશુઓને વહેલી તકે રસી મુકાવી લેવા તાકીદ કરવામાં આવી હતી.
આ તકે ભાવનગર જિલ્લા સર્વોત્તમ સંઘના બોર્ડ ઓફ ડિરેકટર્સશ્રિઓ ની સલાહ અને સૂચના મુજબ રસીકરણ કરવામા આવ્યું હતું.
રસીકરણ સમયે કણકોટ કોટ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખશ્રી સીતાબા રામસિંહ ચાવડા એસ એ જી સંસ્થાના ડોક્ટર શ્રી અશોકભાઈ પ્રજાપતિ, કણકોટ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી, કણકોટ મંડળીના મંત્રીશ્રી, તેમજ ગ્રામજનો નિ સતત હાજરી અને દેખરેખ નીચે ૯૦/- જેટલા પશુઓ નુ રસીકરણ કરવામા આવ્યું હતું. અને પશુઓ ને લમ્પી રોગ થી બચવા સુરક્ષિત કરવામા આવ્યાં હતાં. અને કણકોટ ગામના મોંઘા મુલા પશુધન ને આ ભયંકર રોગ સામે રક્ષિત કરતી રસી મુકાવવા માટે ગ્રામજનોએ પૂરતો સહયોગ આપેલ અને પોતાના પશુઓને રસી મુકાવી સુરક્ષિત કરવામાં આવેલ તેવું. કણકોટ દૂધ મંડળીના પ્રમુખશ્રી સીતાબા રામસિંહ ચાવડા ની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી