યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર દેશમાં જનસેવા કાર્યોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ત્યારે ગાંધીનગર સ્થિત રાયસણ ખાતે સમર્પણ મુક બધિર શાળામાં દ્રષ્ટિહિન યુવાઓને મોબાઇલ વિતરણ કર્યા. તદુપરાંત સેક્ટર ૨૮ ખાતે આવેલી સમર્પણ મુક બધિર શાળાની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું હતું.
રાષ્ટ્રીય દ્રષ્ટિહિન સંઘ દ્વારા આયોજિત આ નિશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગ દ્રષ્ટિહિન યુવાઓને આપવામાં આવેલા મોબાઈલમાં વિશેષ ટેકનોલોજીકલ સુવિધાઓ ઉમેરવામાં આવી છે જેનાથી આ મોબાઇલ દિવ્યાંગ વ્યક્તિને વોઇસ આસિસ્ટ કરશે. આ ટેકનોલોજી યુક્ત મોબાઇલ દિવ્યાંગ ભાઈ-બહેનોના આત્મવિશ્વાસ વધારવા માટેનું પ્રેરક બળ પૂરૂ પાડશે.
#HappyBdayModiJi