મહિસાગર જિલ્લાના નાયબ વન રક્ષક વન વિભાગ ની કચેરીમાં રોજમદાર મજૂર તરીકે તારીખ , ૧/૭/૭૪થી ફરજ બજાવતા ભગવાનભાઈ મોતીભાઈ માલીવાડ જેવોને તારીખ ૩૦/૧/૧૨ના રોજ સરકારશ્રીના નિયત કરેલ નિવૃત્તિના નિયમો અનુસાર નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે આ આદિવાસી વિસ્તારના ગરીબ કામદારને નિવૃત્તિના લાભોથી વંચિત રાખતા અરજદારે કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓને થયેલ અન્યાય બાબતે નિરાશા વ્યક્ત કરી નિવૃત્તિના લાભો મેળવવા માટે વિગતવાર રજૂઆતો કરેલ જે ધ્યાને લઈ ફેડરેશનના પ્રમુખ દ્વારા ફોરેસ્ટ વિભાગના સચિવ શ્રી વન અને પર્યાવરણ વિભાગ અગ્ર મુખ્ય વન રક્ષક શ્રી આરણ્ય ભવન ગાંધીનગર નાયબ વન રક્ષક નોર્મલ વન વિભાગ સંતરામપુર જિલ્લા પંચમહાલ તથા પરિ ક્ષેત્રમાં અધિકારી નોર્મલ વન વિભાગ ખાનપુર જિલ્લો મહીસાગરને રિપ્રેઝન્ટેશન પાઠવી દિન ૧૫માં ગરીબ નિવૃત્ત કામદારને નિવૃત્તિના તમામ લાભો આપી દેવા જાણ કરેલ પરંતુ વન વિભાગના અધિકારીઓ દ્વારા સરકારશ્રીના પરિપત્ર નો અભ્યાસ કર્યા સિવાય કે કાયદાનું નું જ્ઞાન મેળવ્યા સિવાય મન ઘડતર રીતે જવાબ આપતા જણાવેલ કે અરજદાર આવા કોઈ લાભો મેળવવાના હકદાર બનતા નથી તમારી અરજી રદ કરવામાં આવે છે તેવા જવાબથી નારાજ થઈ ફેડરેશ અને અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૧૫૮૪૫/૨૦દાખલ કરેલ અરજદાર તરફે હાઇકોર્ટના એડવોકેટ દિપક આર દવે હાજર રહેલ કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરતા તારીખ ૨/૨/૨૨ના રોજ નિવૃત કામદારને તમામ લાભો આપવા નો આદેશ કરેલ તેમ છતાં વન વિભાગ દ્વારા તે હુકમનું પાલન કરવામાં નિષ્ક્રિયતા દાખવેલ જેને લઇ અરજદાર તરફે ફેડરેશનને કંટેમ ઓફ ધી કોર્ટ ની કાનૂની કાર્યવાહી હાથ ધરેલ જે કામે બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળી તારીખ ૧૯/૧૦/૨૩ ના રોજ માનનીય ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રી તેમજ હેમંત એમ પ્રચ્છક સાહેબની ખંડપીઠ ની બનેલ બેઠક દ્વારા આખરી હુકમ કરતા જણાવેલ કે અરજદારને તારીખ ૨૫/૧૦/૨૩પહેલા નિવૃત્તિને લગત તમામ લાભો ચૂકવી આપવા અને સરકાર તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબ પગાર ધોરણ નું ફિક્સેશન કરી એ મુજબનો પગાર ને પગાર તફાવતની રકમ ચૂકવી આપવાનો આદેશ કરેલ જે આદેશથી ગરીબ અને આદિવાસી પરિવારમાં આનંદની લહેર વ્યાપી છે અને તહેવાર જેવો મોહલ સર્જાયો છે.