આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે ત્યારે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આજના દિવસને બેરોજગારી દિવસ તરીકે ઉજવવા નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ કરવા ભેગા થયેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બંને સંગઠનના કાર્યકરોએ અલગ અલગ કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ પોલીસે કાર્યક્રમ થવા જ ન દીધો.
આ અંગે યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાને લાખો નોકરીનો વાયદો કર્યો હતો જેની સામે આજે કરોડો યુવાઓ બેરોજગાર છે.વડાપ્રધાન સુધી વાત પહોંચાડવા આજે અમે બેરોજગાર દિવસ ઉજવવા ભેગા થયા હતા .પરંતુ પોલીસે અગાઉ જ અમારી અટકાયત કરી દીધી છે.