મહુવા તાલુકા સેવા સદનના આઉટસોર્સિંગના કર્મચારીઓનું પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર
મહુવા મામલતદાર કચેરી મા આઉટસોર્સિંગમાંથી ફરજ બજાવતા કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ કરવામાં આવી હતી.મહુવા મામલતદાર કચેરીમાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગથી પોતાની ફરજ બજાવી રહ્યા છે.કર્મચારીઓ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને પાઠવાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર,આઉટસોર્સિંગ,માનદ વેતન જેવી શોષણ ભરી નીતિઓ દૂર કરવામાં આવે,આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવામાં આવે,એજન્સી મારફત કર્મચારીની નિમણૂકને બદલે સરકાર દ્વારા નિમણૂક કરવા અને વેતન આપવામાં આવે,વગેરે માંગણીઓ કરવામાં આવી હતી. આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે આ પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી તારીખ 17 મીથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર