જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો ભૂલકા મેળો ૨૦૨૨

સાગર નિર્મળ

જૂનાગઢ 

આઇસીડીએસ વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન, જિલ્લા પંચાયત જૂનાગઢ તથા મહાનગરપાલિકા જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળા ૨૦૨૨ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો.

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારશ્રી એ જણાવ્યું હતું કે, આઈસીડીએસ વિભાગ બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે અને ભૂલકા મેળાથી બાળકનો શારીરિક માનસિક વિકાસ ઉપરાંત આત્મવિશ્વાસ પણ વધતો હોય તેમજ બાળકના સર્વાંગી વિકાસમાં આંગણવાડીના પાયાનાં કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું તેમજ ખાસ આ કુપોષણ મુક્ત ભારત માટે આ પ્રકારના મેળા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ હોવાની વિગતો જાણવી હતી અને બાળકોની સર્જનાત્મક શક્તિ તેમજ અવલોકન શકતી બહાર આવે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

મેયર શ્રીમતી ગીતાબેન પરમારે ભૂલકા મેળાના સુંદર આયોજન માટે આઈસીડીએસ વિભાગને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

ભૂલકા મેળામાં નીચી કિંમતે મળતી ઘરેલુ અને સ્થાનિક રીતે સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવવાની સામગ્રીનું પ્રદર્શન પણ યોજાવામાં આવ્યું હતું અને મુલાકાત મહાનુભાવોએ લીધી હતી. આ પ્રદર્શનમાં અભ્યાસક્રમની સાથે ૧૭ થીમ અને શૈક્ષણિક સંકલ્પનાઓ આધારિત ટીએલએમનું નિદર્શન પણ રાખવામાં આવ્યું હતુ.  

આ તકે પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરોને ટીએલએમ કૃતિઓ બનાવવા બદલ મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ તથા બાળકોનું મારી વિકાસયાત્રા યાત્રા પ્રગતિ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોનના શ્રી અંકુરબેન વૈધ દ્વારા શાબ્દિક સ્વાગત આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર શ્રી આઇસીડીએસ જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી લાભુબેન ગુજરાતી, જૂનાગઢ મનપા સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રી વાલાભાઈ આમછેડા, જૂનાગઢ મનપા કમિશનર શ્રી તન્ના, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, સાવજ ડેરીના એમડી શ્રી દિનેશભાઈ ખટારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મંડોત‌ સહિતના અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર શ્રી, ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી વર્કર, ભૂલકાઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂલકાઓ પણ મેળા આવીને રોમાંચિત થયા હતા.