સુરત શહેર માં સ્કૂલ વાન ના અકસ્માત ને લઈ પોલીસે માહિતી આપી હતી.સુરત માં પુરઝડપે વાહન ચલાવનારા અનેકવાર અકસ્માત ને નોતરે છે. પોતે બે ફિકરાઈ થી વાહન ચલાવી બીજાની જિંદગી જોખમ માં મુકતા હોય છે તેવી જ એક ઘટના સુરત માં સામે આવી હતી. સુરત માં અલથાણ નજીક એક સ્કૂલવાન ને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે બાળકો ને સ્કૂલે મુકવા જતી સ્કૂલવાન રસ્તો ક્રોસ કરી કરતી સ્કૂલવાન ને રોડ ની સામેથી પૂરઝડપે આવતી કારે સીધી જ ટક્કર મારી હતી જેથી સ્કૂલવાન પલ્ટી ગઈ હતી. આ સ્કૂલ વાન પલ્ટી ત્યારે તેમાં બાળકો પણ બેસેલા. હતા. ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં આ અકસ્માત ની ઘટના માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સ્કૂલવાન જે રીતે પલ્ટી તે ખૂબ ગંભીર અકસ્માત દેખાઈ રહ્યો છે પરંતુ આ ઘટના બાદ ચમત્કાર થયો હોય તેમ બાળકો ને માત્ર નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માત ની ઘટના બનતા તાત્કાલિક કાર ચાલક અને આસપાસના સ્થાનિકો બાળકો ને બચાવવા માટે દોડ્યા હતા. આ ઘટના માં પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.