શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક મળી,,૨૯ જૂને ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાશે.....વર્તમાન સમય એટલે શિક્ષણનો સમય,, જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજનો વિકાસ થશે જે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે,વાત કરીએ તો આજના યુગમાં વિવિધ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકી છે. ત્યારે પ્રજાપતિ સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા‌ મથકે આવેલ શ્રી પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.તેમજ આગામી ૨૯ જૂન ના રોજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,,રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન અને સમાજના દાતાઓ દ્વારા લાઈબ્રેરી ના રૂમો નું લોકાર્પણ કાર્યક્રમ રાખવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી પ્રજાપતિ સમાજ કેળવણી મંડળ દિયોદર તરફ થી બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો,યુવાનો, માતાઓ બહેનો તથા બાળકોને આ કાર્યક્રમમાં પધારવા મંડળ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે..અહેવાલ રઘુભાઈ નાઈ દિયોદર દ્વારા..