જૂનાગઢ જિલ્લાની માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ તા.માંગરોળ જિ.જૂનાગઢ અને દિવરાણા ( ધાર) ચાંડેરા સંકુલના સંયુક્ત ઉપક્રમે આજરોજ લોએજ ખાતે તા.૧૬/૦૯/૨૦૨૨ ના રોજ કાયૅક્રમ યોજાયો.૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ સુધી ૩૬ મી નેશનલ ગેમ્સ ચાલુ વષૅમાં યોજાવાની છે જેમાં ૩૬ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસીત પ્રદેશોના ૩૬ વિવિધ રમતોની સ્પધૉ ગુજરાતના અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,ભાવનગર,ગાંધીનગર ખાતે યોજાવાની છે જેમાં દેશ ભરમાંથી ૭૦૦૦/- થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે જેથી જે અંગે ગામડાના સ્ટુડન્ટમાં પણ નેશનલ ગેમ્સ અંગેની જાગૃતતા આવે તેના ભાગ રૂપે કાયૅક્રમ થયો.આ કાયૅ ક્રમમાં જે.વી.ડાભી સાહેબ કાયૅ પાલક ઈજનેર શ્રી પંચાયત સિંચાઈ વિભાગ જૂનાગઢ,આર.એમ.ચાંદપા સાહેબ પ્રોટેકશન ઓફિસર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જૂનાગઢ ડો.વેજાભાઈ એમ.ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ,પી.વી.વાજા,સાજણબહેન પટેલ,નોડેલ ઓફિસર સંસ્થાના સ્ટાફગણ,સ્ટુડન્ટો જેમાં લોએજ ખાતે ૩૦૦ ભાઈઓ અને ૨૦૦ બહેનો ઉપસ્થિત રહ્યા અને વોલીબોલ માં ૪૮ સ્ટુડન્ટોએ ભાગ લીધો,ચેશમાં ૧૬ બહેનોએ ભાગ લીધો અને કેરમમાં ૩૨ સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો કાયૅક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દિપપ્રાગટય દ્વારા કરવામાં આવેલ અને દિવરાણા ( ધાર) ચાંડેરા સંકુલના ૧૨૦ ભાઈઓ અને ૧૦૦ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વોલીબોલ માં ૧૨ સ્ટુડન્ટો,ચેશમાં ૪ સ્ટુડન્ટો અને કેરમમાં ૮ સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો.વરસાદી વાતાવરણ હોવા છતાં સ્ટુડન્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો એટલે તમામ સ્ટુડન્ટોને અભિનંદન પાઠવવામાં આવ્યા.કાયૅક્રમનું સંચાલન અરજનભાઈ નંદાણિયા દ્વારા કરવામાં આવેલ અને રોનક ભાઈ ડાકી દ્વારા સ્ટુડન્ટોને નેશનલ ગેમ્સ અંગેનું વક્તવ્ય આપવામાં આવેલ.કાયૅક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી