ગીર સોમનાથમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૧૭ સપ્ટે.ના રોજ "વિશ્વાસથી વિકાસ યાત્રા"કાર્યક્રમ યોજાશ
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ
ગીર સોમનાથ તા.૧૬: ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથમાં પણ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેશ ક્રેડીટ કેમ્પ યોજાશે. નગરપાલીકા ટાઉનહોલ,વેરાવળ ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણ કાર્યક્રમ તા.૧૭-૯-૨૦૨૨ નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા યોજના અંતર્ગત ગ્રામસંગઠનોને કેશ ક્રેડીટ કેમ્પના વિવિધ લાભો એનાયત કરવામાં આવશે તેમજ વિશ્વાસથી વિકાસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે.