તળાજા શહેરમાં વાય જે દોશી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વિવિધ અધિકારી ઉપસ્થિત રહ્યા

આગામી ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ અંગેના જાગૃતિ અભિયાન અંતર્ગત સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ થીમ હેઠળ તારીખ પંદર સપ્ટેમ્બર થી સત્તર સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર મારફતે આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે તળાજા તાલુકાની વાય જે દોશી કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ,તળાજા ખાતે તારીખ સોળ સપ્ટેમ્બર ના રોજ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિદ્ર કુમાર.તળાજા પીએસઆઇ.પી.આઇ.તેમજ પોલીસ સ્ટાફ તથા પ્રાંત અધિકારી સહિતના અનેક અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા