નર્મદા જિલ્લામાં ક્યાં પડ્યો ચાર ઇંચ વરસાદ ...?!!
નર્મદા જિલ્લામાં તા.૧૬ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ નાંદોદ તાલુકામાં-૯૪ મિ.મિ. (૦૪ ઇંચ ) અને સૌથી ઓછો તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. તદઉપરાંત ગરૂડેશ્વર તાલુકામાં-૬૬ મિ.મિ., સાગબારા તાલુકમાં-૬૧ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં-૨૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૧૬૩૬ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૮૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૮૫૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૦૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૪૨૯ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૧૨૯૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૮.૩૭ મીટર, કરજણ ડેમ-૧૧૨.૫૯ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૬.૮૫ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૧ મીટરની સપાટીએ છે. નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૯.૫૦ મીટરની સપાટીએ પોહોચ્યું છે