પાવીજેતપુર તાલુકાની કદવાલ દૂધ મંડળી ના મંત્રી દ્વારા દૂધના સેટ ઓછા કાઢવામાં આવતા પશુપાલકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

        પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામે કદવાલ દૂધ મંડળી આવેલ છે જેમાં પશુપાલકો જે ખેડૂતો પોતાના પશુઓનું દૂધ કદવાલ દૂધ ડેરીમાં ભરે છે આશરે ૭૦૦ થી વધુ ગ્રાહકો કદવાલ દૂધ ડેરીમાં દૂધ ભરે છે પણ ડેરીના મંત્રી દ્વારા ગ્રાહકોને દૂધના ફેટ ઓછા કાઢી આપતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કદવાલમાં દૂધ ડેરી ગરીબ પશુપાલકો માટે જીવન દોરી સમાન છે અને ખેડૂતો પોતાના પશુઓને રાત દિવસ મહેનત કરી ખેતરો માંથી ઘાસચારો લાવી પોતાના પશુઓનું પાલન કરે છે. અને તેજ પશુઓનું દૂધ ડેરીમાં ભરે છે. પણ ડેરીના મંત્રી દ્વારા પોતાની મનમાની કરતા હોવાના કારણે ગરીબ ખેડૂતોના પોતાના પશુઓના દૂધના ભાવ અને ફેટ મંત્રી પોતાના મરજી પ્રમાણે લખે છે તેવી ડેરીમાં દૂધ ભરતા લોકોમાં ચર્ચાઓ અને લોકો આક્ષેપ કરી રહ્યા છે. જો કોઈ ડેરીના અધિકારી તપાસ કરે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને કદવાલ વિસ્તારના દૂધ ભરતા લોકોમાં આવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જે ચાલુ વર્ષનું બોનસ આપવામાં આવ્યું છે તે પણ ગ્રાહકોને ઓછુ આપવામાં આવ્યું છે. જો ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો બહુ મોટો ભ્રષ્ટાચાર કદવાલ દૂધ ડેરી નો બહાર આવશે હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત અધિકારીઓ તપાસ કરશે ખરા ? આવા વેધક સવાલો કદવાલ દૂધ ડેરીના પશુપાલકોમાં ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા કિસાનો માટે વિવિધ યોજનાઓ બનાવી કિસાનો વધુ આગળ આવે તેવું આયોજન કરવામાં આવે છે ત્યારે પોતાના જ પોતાનું બગાડે તેમ મંત્રી દ્વારા દૂધના ફેટ ઓછા કાઢી પશુપાલકો સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તેવી પશુ પલકોની બુલંદ માંગ ઉથી છે.