ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ખાતે ગણિત-વિજ્ઞાન વિષયના નિષ્ણાત શિક્ષક એવા રાકેશ પ્રજાપતિની શ્રેષ્ઠ સમાજસેવી તરીકેના રાષ્ટ્રીય સ્તરના "Best Social Worker Of The Year 2023" માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના વિવિધ ક્ષેત્રના પ્રતિભા સંપન્ન પ્રતિષ્ઠિત નાગરિકોને ગોલ્ડન ઈન્ડિયા એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવી રહ્યાં છે.

અનેકવિધ ક્ષેત્રે સવિશેષ યોગદાન આપનાર વિવિધ વિરલ વ્યક્તિ વિશેષને INDIA FAM TALK તરફથી સદર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાંથી ગણિત વિષયના તજજ્ઞ શિક્ષણવિદ્ એવા રાકેશ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી. "રાહી" ના હુલામણા નામે જાણીતા સમાજસેવી રાકેશ પ્રજાપતિને અગાઉ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ એવોર્ડ એમની યશકલગીમાં એક વધુ પીંછાનો ઉમેરો કરે છે. પ્રજાપતિ સમાજ અને સોજા હાઈસ્કૂલનું ગૌરવ વધારવા બદલ સારસ્વત પરિવાર તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં એમ એક અખબારી યાદીમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે...