ફતેપુરા તાલુકાના કાળિયા વલુંડા ગામે આવેલ ફતેપુરા સરકારી કન્યા શાળા ખાતે "Celebrating Unity through Sports" થીમ હેઠળ નેશનલ ગેમ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ત્રીપગી દોડ, કોથળા દોડ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, રાસ્સા ખેંચ, યોગાસન, કબડ્ડી, ૫૦મીટર દોડ, ખો-ખો, જેવી વિવિધ રમતો રમવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શ્રી દિનેશ પટેલ સહિત શાળા ના સ્ટાફ દ્વારા શાળા ના વિદ્યાર્થીઓ અને ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કાળીયા વલુંડા ડે.સરપંચ ફારૂકભાઈ ગુડાલા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.