પાવીજેતપુર પ્રાથમિક તાલુકા શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચાને વિધાનસભાની ચૂંટણી આવતા આચાર સંહિતા આવી જાય તે પહેલા અચોક્કસ મુદતની હડતાલની તારીખ બદલવા રજૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા વિવિધ માંગણીઓ અંગે લડત આપવામાં આવી રહી છે ત્યારે પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અમુક કાર્યક્રમો પુરા થઈ ગયેલ છે.હવે ના આગામી કાર્યક્રમો વચ્ચે સમયનું મોટું અંતર છે.અને કદાચ આ મહિનાના અંતમાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી ની પણ જાહેરાત થઈ શકે તેમ છે. ત્યારે જે અચોકસ મુદતની હડતાળનો કાર્યક્રમ આપેલ છે , તેમાં કદાચ ચૂંટણી આંચાર સંહિતા લાગી જવાની પણ શકયતા રહેલી છે . તો પાવીજેતપુર તાલુકાના શિક્ષક મિત્રોની માંગણી છે કે આગામી લડાયક કાર્યક્રમો વહેલા આપવામાં આવે અને ૨૦ સપ્ટેમ્બર થી જ અચોક્કસ મુદતની હડતાળ નો કાર્યક્રમ આપવામાં આવે એવી ધારદાર રજુઆત રાજ્ય કક્ષાને કરવા આવી છે.
આમ, પાવીજેતપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા ને અચોક્કસ મુદ્દતને હડતાળની તારીખ બદલવાની રજૂઆત કરવામાં આવી છે.