હિંમતનગર શહેરમાં આવેલ છાપરીયા વિસ્તારમાં મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા ગાયના વાછરડાને સારવાર આપવામાં આવી હતી.
હિંમતનગર શહેરમાં રખડતા પશુઓને લઈને સ્થાનિકો પરેશાન બની ચૂક્યા છે જોકે કેટલાક પશુઓ વાહનના કારણે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે ત્યારે હિન્દુ સમાજના પ્રતિક એવા ગાયને ઇજાગ્રસ્ત થતા મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સારવાર આપવામાં આવી હતી. હિંમતનગર સ્થિત છાપરીયા વિસ્તારમાં આવેલ અશરફનગર કસ્બાના અશરફી યંગ કમિટીના યુવાનો દ્વારા વાછરડાને સારવાર આપી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાછરડાને પગના ભાગે ઈજા થતા વાછરડું હરીફળી શકવામાં તકલીફ અનુભવી રહ્યું હતું દરમિયાન મુસ્લિમ સમાજના યુવાની નજર પડતા તરત જ વાછરડાની સારવાર હાથ ધરવામાં આવી હતી સાથેજ ઘાસચારાની પણ વ્યવસ્થા મુસ્લિમ સમાજના બીરાદરો દ્વારા કરવામાં આવી હતી જોકે અશરફ નગર કસબાના અશરફી યંગ કમિટી દ્વારા અવારનવાર ઉમદા કાર્યો કરવામાં આવતા હોય છે સાથે ભાઈચારાની અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવતું હોય .છે કોઈપણ સાંપ્રત પરિસ્થિતિમાં કોઈ નાત નહીં,નહીં કોઈ જાત,નહીં કોઈ ધર્મ માત્ર એક માનવતાની દ્રષ્ટિએ સેવા કાર્યો કરવામાં આવતા હોય છે અને સમાજને પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવતું હોય છે.