પાટણ તાલુકા પંચાયત. ૧૫મા નાંણાપંચ ની ગ્રાન્ટ ના આયોજન માટે સામાન્ય સભા
પાટણ તાલુકા પંચાયત ની સામાન્ય સભા આગામી વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના વષૅ માટે તાલુકા કક્ષા ૧૫ મા નાંણાપંચ ના આયોજન માટે બેઠક મળી જેમા તમામ સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પાટણ પ્રમુખશ્રી ને આજની બેઠક માટે સર્વાનુમતે સત્તા આપવામાં આવી અધિક મદદનીશ ઇજનેર શ્રી દર્શનભાઈ પટેલ તા.પં પાટણ દ્વારા ટાઈડ -અનટાઈડ ગ્રાન્ટ વિષે વિગતવાર તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ ને માહિતી આપી પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા રજુઆત કરવામાં આવી કે ATVT, આયોજન, નાંણાપંચ જેવા મંજુર થયેલ કામો ઝડપી પુરા કરવા તેમજ બાકી રહી ગયેલ વહીવટી મંજુરીઓ નિયમ મુજબ સત્વરે કાઢવી, તાલુકા પંચાયત ની બાકી નિકળતી તાલુકા પંચાયત ની શેષ ગ્રામ પંચાયતો એ જમા કરાવવા તેમજ પાટણ તાલુકાના જે ગામોની શાળામાં કોમ્પ્યુટર ની જરૂરીયાત હોય એમને કોમ્પ્યુટર ફાળવવા ગ્રાન્ટ ફાળવવા રજુઆત કરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રેમીલાબેન પટેલ એ તાલુકા પંચાયત ના સ્ટાફ ક્વાર્ટર્સ રીપેરીંગ કરવા તેમજ તાલુકા પંચાયત મા કન્ડમ પડેલ સામાન ની નિયમ મુજબ જાહેર હરાજી કરવા કાર્યવાહી કરવા જણાવેલ
આ પ્રસંગે પાટણ તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન પટેલ, ઉપપ્રમુખ રુકશાનાબેન શેખ, કારોબારી અધ્યક્ષશ્રી અમિતભાઈ પટેલ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, દંડક ધેમરભાઈ દેસાઈ, શાસક પક્ષ નેતા રમેશજી ઠાકોર,વિરોધ પક્ષના નેતા સોહન પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો.અરવિંદભાઈ પ્રજાપતિ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી લેખરાજભાઈ, વિસ્તરણ અધિકારીશ્રીઓ,ધનશ્યામભાઈ,રોહિતભાઈ રાજપુત, નિકુજભાઈ ટીકરીયા, હિસાબી અધિકારીશ્રી ડામોર સાહેબ, અધીક મદદનીશ ઈજનેરશ્રી દર્શનભાઈ પટેલ તથા તાલુકા પંચાયત ના તમામ સદસ્યશ્રીઓ હાજર રહ્યા આભાર વિધિ વિસ્તરણ અધિકારીશ્રી નિકુંજભાઈ ટીકરીયા એ કરી