વિદ્યાર્થીઓનીરજૂઆત:
મીઠાધરવા બી.એડ. કોલેજ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ ના આપતા હોવાની રાવ..
વિદ્યાર્થીઓનો આરોપ કોલેજ માં ફી જમા કરાવી હોવા છતાં બાકી હોવાનું કહી ડોક્યુમેન્ટ આપતી નથી.
ચાણસ્માના મીઠાધરવા બી.એડ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓના કોલેજ ડોક્યુમેન્ટ ના આપતા વિધાર્થીઓએ ફી ભરી હોવા છતાં બાકી હોવાનુ કહી ડોક્યુમેન્ટ ન આપતાં હોવાનાં આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.કોલેજમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે મામલે કોલેજના ટ્રસ્ટી દ્વારા ટેલિફોનીક વિદ્યાર્થીઓના હિતમાં કાયૅવાહી કરવા જણાવ્યુ હતુ.
42 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ન મળતા હોવાની રાવ
ચાણસ્માની મીઠાધરવા કાન્તાબા. બી.એડ કોલેજ બહાર પાટણ એન.એસ.યુ.આઈના કાર્યકરો અને બી.એડ ના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એન.એસ.યુ.આઈ.ના કાર્યકર જયમીન પટેલે જણાવ્યું હતું કે બી.એડ કોલેજમાં ફી ભરી હોવા છતાં કોલેજના રેકોર્ડમાં લેવામાં ન આવી હોય ફી બાકી હોય ભર્યા બાદ જ ડોક્યુમેન્ટ આપવામાં આવશે તેવું જણાવી રહ્યા છે.કુલ 42 જેટલા વિદ્યાર્થીઓ છે. ગુરુવારે વહેલી સવારે અમે કોલેજમાં આવ્યા હતા પરંતુ કોલેજમાં કોઈ હાજર હતું નથી. ટ્રસ્ટીને આ બાબતે ટેલીફોનિક જાણ કરી હતી. યુનિવર્સિટીમાં પણ આ બાબતે રજુઆત કરી છે.
વિદ્યાર્થીઓએ કોલેજનો તાળાબંધી કરી
જયમીન પટેલ જણાવ્યું હતું કે અમે પાટણ જિલ્લા NSUI ટીમ કાન્તાબા બીએડ કોલેજ,મીઠા ધરવા,તા.ચાણસ્મા માં ઓચિંતી રેડ કરતા કોલેજને તાળું મારીને બંધ કરી દેવામાં આવ્યા છે. તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ પરથી સ્પષ્ટ દેખાય છે કે આ બીએડ કોલેજ માત્ર ને માત્ર પૈસા કમાવવાની ફેકટરી છે. આ કોલેજ ની અંદર કોઈ પણ પ્રકાર ની સ્ટાફ હાજર નથી તેમજ આ કોલેજ નો કોઈ જવાબદાર વ્યક્તિ હાલ હાજર નથી તેમજ આ કોલેજ નો સમય સાંજે 4 વાગ્યા સુધી નો છે તેમ છતાં આ કોલેજ સવાર થી જ બંધ છે વિદ્યાર્થિઓ બીએડ ની તમામ ફી ની ભરપાઈ કરેલ છે તેમ છતાં તે વિદ્યાર્થિઓ ને પોતાના ઓરિજીનલ ડોક્યુમેન્ટ્સ પરત નથી આપતા તેમજ પરીક્ષા ની અંદર કોલેજ ના માર્કસ અને ઇન્ટર્નશીપના માર્કસ મૂકવામાં નથી આવતા જેના લીધે વિદ્યાર્થિઓ ને નાપાસ કરવામાં આવ્યા છે આ કઈ રીતે ચલાવી લેવાય?
વિદ્યાર્થીઓના હિતમાં વિગતો જાણી યોગ્ય કાર્યવાહી કરીશું : ટ્રસ્ટી
કોલેજના ટ્રસ્ટી ભરતભાઈ ભાટીયા એ જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ ફી કોલેજમાં ભરી જ નથી કોઈ એજન્ટોને આપી છે.જે કોલેજમાં જમા થઈ નથી.તેવું જાણવા મળ્યું છે.આજે રજૂઆત કરવા માટે NSUI ના કાર્યકરો આવ્યા છે.મને જાણ કરતા હું કોલેજમાં જઈ રહ્યો છું.તેમની સાથે ચર્ચા કરીને તેમની ફી બાબતે કોણે આપી છે.તે વિગતો લઇ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરીશું.
રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ