જળાશયમાં પાણીની આવક વધતા ૦.૨૦ મીટર ઓવરફલો થયો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નવી માંડરડી, જૂની માંડરડી, ધારેશ્વર, ઝાંપોદર અને રાજુલા સહિત ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી-૧ સિંચાઈ યોજના છે. ઉપરવાસમાં વરસાદ થવાથી ધાતરવડી-૧ યોજનામાં તેની ડિઝાઈન સ્ટોરેજના ૧૦૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે. જળાશયમાં પાણીની આવક વધતા ૦.૨૦ મીટર ઓવરફલો થયો છે. આથી ધાતરવડી જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામો નવી માંડરડી, જૂની માંડરડી, ધારેશ્વર, ઝાંપોદર અને રાજુલા સહિત ગામોના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સહ સૂચના

આપવામાં આવી છે.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી .