ચાણસ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ,ચાણસ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકા વિધાનસભામાં આવતા સેંધા ગામે આવેલ સુપ્રસિદ્ધ બીબડી સિકોતર માતાજીના ધામ ખાતે ચાણસ્મા તાલુકો કોંગ્રેસ દ્વારાવિસ્તૃત કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા જિલ્લા તેમજ પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સૌપ્રથમ બોટાદ અને બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વાગત પ્રવચન કરી વિસ્તૃત કારોબારી મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ચાણસ્મા ના સેધા ગામે આવેલ બીબડી સિકોતર માતાજીના મંદિરની અંદર આજરોજ ચાણસ્મા કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાનું પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ થી આવેલા મુકેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્રે વર્તમાન ભાજપ સરકારની અંદર ભ્રષ્ટાચાર તેમજ મોંઘવારી ડબલ થવા પામી છે જેમાં બિયારણ ખાતર ના ભાવ ડબલ છે ત્યારે ખેડૂતો જ્યારે પોતાનો માલ વેચવા જાય ત્યારે ભાવ આવતો નથી જેથી ખેડૂતો આત્મહત્યા કરવા મજબુરું બન્યા છે તેમજ જ્યારે કોંગ્રેસની સરકારમાં ગેસનો બાટલો રૂપિયા 400 એ મળતો હતો અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગેસનો બાટલો 1070 એ પહોંચ્યો છે આમ ભાજપને આડેહાથ લીધા હતા ત્યારબાદ નરસિંહમા યાદવ એ જણાવ્યું હતું કે ચાણસ્મામાં કોંગ્રેસની સીટો આવે ઘણો જ સમયે થઈ ગયો છે ત્યારે આવનારી 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘર ઘર જય ભાજપ ના ભ્રષ્ટાચાર ઉજાગર કરી ચાણસ્મા વિધાનસભામાં કોંગ્રેસનો ઉમેદવાર લાવીએ તેવી નેમ લીધી હતી અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, ચાણસ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ રબારી, શહેર પ્રમુખ વરૂણભાઇ વ્યાસ, વિરેન્દ્રસિંહ રાઠોડ, દિનેશજી ઠાકોર, નરસિંહમા યાદવ, અલકાબેન છત્રીય,રાજુભાઈ પટેલ, નારણભાઈ રાવળ સહિત પ્રદેશના આગેવાનો તેમજ તેમજ સમગ્ર ચાણસ્મા તાલુકા ના ગામડાઓથી કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ એક હાકલે કોંગ્રેસને વિજય કરવાનો સંકલ્પ લીધો હતો

રિપોર્ટ :- રાજેશ જાદવ પાટણ