સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા એલપી સવાણી સર્કલ પાસે વરસાદને કારણે ભુવો પડી ગયો હતો. જો કે એ ભુવો સુરત મહાનગર પાલિકાએ 4 દિવસ પહેલા ભરી દીધો હતો. ગુરુવારે સાંજે એ જ રિપેર થયેલા ભુવામાં એક કાર ફસાઈ જતા મહાનગર પાલિકાની કામગીરી સામે પ્રશ્નો સર્જાયા છે.