અખિલ ભારતીય યુવા કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હી ની પ્રદેશ કારોબારી બેઠક ભાવનગર ખાતે પ્રથમ દિવસે વડીલો તથા પ્રદેશ નાં હોદેદારો દ્વારા દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. ત્યારબાદ સંગઠન નાં ઈતિહાસ તથા સંગઠન નાં બંધારણ વિશે માહિતી આપવામાં આવી ત્યારબાદ બાદ હોદેદારો નાં પરિચય અને કામગીરી વિશે માહિતી આપી હતી. તેમજ સમાજના લોકોને સહકારી ક્ષેત્રમાં જોડાયા અને તેના લાભો મળે તે દિશામાં ચોક્કસ કામગીરી કરવામાં આવે તેમજ સમાજ નાં લોકો ને સરકાર નાં લાભો વધુમાં વધુ મળે તેવી સંગઠન દ્વારા કામગીરી કરવામાં આવશે. તેમજ ઓબીસી અનામત, શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ, યુવાનો ને માર્ગદર્શન, સોશિયલ મીડિયા નો સદ્ઉપયોગ કરવો, વગેરે મુદ્દા ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 કોળી સમાજના આગેવાન તથા અખિલ ભારતીય યુવા કોળી સમાજ નાં પ્રદેશ હોદેદારો તથા જિલ્લા પ્રમુખો અને મહામંત્રી સહિત નાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠન, સામજિક, શૈક્ષણિક, આર્થિક અને વિધાનસભા ની ચુંટણી પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જીલ્લા ના પ્રતિનિધિ તરીકે રવિકુમાર મકવાણા હાજર રહ્યા હતા.