ગુજરાત રાજ્યમાં 29 મી સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવયુ છે. નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઇન પ્રોગ્રામ સરકારી કોલેજ સમીના યજમાન પદે યોજાયો હતો. જેમાં કોચશ્રી અને જિલ્લા, રાજ્ય, નેશનલ કક્ષાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યોગ, કુસ્તી, ફેન્સીંગ, ટેકવોન્ડો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમીની જુદી જુદી શાળાઓ અને કોલેજમાંથી 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. 

           ખેલાડીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આર. બી. અન્સારી પ્રાંત અધિકારી સમી,જયરામભાઈ નાડોદા ટીપીઓ સમી,બાબુજી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત પાટણ, બાબુજી ઠાકોર વાઘપુરા સદસ્ય જિલ્લા પંચાયત ડૉ. પી. એસ. પટેલ આચાર્ય સરકારી કોલેજ સમી, દશરથભાઈ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ સમી, કોચશ્રીઓ, સમીની તમામ શાળાના આચાર્ય વ્યાયામ શિક્ષક અને વિષય શિક્ષક મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સહાયક બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન પ્રાન્ત સરના માર્ગદર્શનથી ડૉ. જાગૃતીબેન પ્રજાપતિ અને સંજયભાઈ ઠાકોરે કર્યું હતું અને આભાર વિધિ ઘનશ્યામસિંહ વાઘેલાએ કરી હતી