ડીસાના રાણપુર ગામમાં લંપીગ્રસ્ત 21 ગાયોના દુર્ગંધ મારતા મૃતદેહોની ગ્રામ પંચાયત દ્વારા અંતિમવિધિ...

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

જેસીબી મશીનથી ખાડા ખોદાવી ગાયોના મૃતદેહોનો નિકાલ કરવાના પંચાયતના પગલાને ગ્રામજનોનો આવકાર....

ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતે લંપીગ્રસ્ત ગાયોના મૃતદેહોની સલામત રીતે અંતિમવિધિ કરી ગ્રામજનોના દિલ જીત્યા છે. ગ્રામ પંચાયતની ટીમે જેસીબી મશીન લાવી અલગ અલગ સ્થળોએ ખાડા ખોદાવી 21 જેટલી ગાયોના મૃતદેહોની અંતિમવિધિ કરાવી હતી. જેસીબી મશીનથી ખાડો ખોદી અલગ અલગ જગ્યાએ દુર્ગંધ મારતી ગાયોના મૃતદેહને ભંડારવાના રાણપુર ઉગમણાવાસ ગ્રામ પંચાયતના લોક સેવાના ઉમદા કાર્યની રાણપુર ઉગમણા ગામના લોકો પણ મુક્ત કંઠે સરાહના કરી રહ્યા છે.

રવિ ગોસ્વામી, ડીસા