તિથિ ભોજન અપાયું..વર્તમાન સમયમાં લોકો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ઓ કરતા જોવા મળતા હોય છે. હાલ ના સમય માં કોઈ જન્મ દિવસ કે અન્ય પ્રસંગો માં શાળા ના બાળકો ને ભોજન પીરસવામાં આવતું હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામ ની આવેલ પ્રાથમિક શાળા ના બાળકો તેમજ આંગણવાડીના બાળકો અને શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ના કુલ ૪૫૦ થી વધુ બાળકોને શ્રાવણ મહિનામાં શ્રી સહયોગ વિદ્યા મંદિર જસાલી ખાતે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિ ભોજનમાં લાડુ બેેે શાક,પુરી છાશ સહિત ભોજન અપાયું હતું. આ તીથીભોજન આપનાર દાતાઓ પંચાલ દિલીપભાઈ,, પ્રજાપતિ હરેશભાઈ,તેરવાડિયા શ્રવણભાઈ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રા. શાળા ના આચાર્ય તેમજ શાળા પરિવાર, સહયોગ વિદ્યા મંદિર ના આચાર્ય અને શાળા પરિવાર તેમજ આંગણવાડી નો સ્ટાફ તેમજ ટ્રેનર સોમાભાઈ પરમાર, અને દિનેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા ..