તેલના ભાવો સતત વધી રહયા છે,સામાન્ય ઘટાડો થાય અને પાછા વધી જાય છે ત્યારે ફરી તેલના ભાવો વધ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજકોટમાં ગત માસમાં સિંગતેલનો ભાવ રૂ. 3 હજારની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યા બાદ સિંગતેલમાં વધઘટ યથાવત્ રહી હતી.

ગત સપ્તાહે થોડા સમય સુધી સિંગતેલના ભાવ સ્થિર રહ્યા બાદ છેલ્લા બે દિવસથી સિંગતેલના ભાવમાં ફરી વધારો આવ્યો છે. અને તેલનો ડબ્બો રૂ. 2900 એ પહોંચી ગયો છે. 

મંગળવારે કપાસિયા તેલનો ભાવ રૂ. 2340 હતો અને બુધવારે તેમાં રૂ. 15નો ઘટાડો આવ્યો હતો આ સાથે જ કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2315 નો થયો હતો. જ્યારે પામોલીન તેલના ભાવમાં રૂ. 10નો વધારો થવાને કારણે તેલનો ડબ્બો રૂ. 1575નો થયો હતો.

તેલના ભાવો વધી રહયા છે તે જોતા જનતાની કમ્મર તૂટી ગઈ છે.