વિધાનસભા ચૂંટણીની આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા અને સંગઠન મજબૂત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પ્રાંતિજ વિધાનસભા મત ક્ષેત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હોદ્દેદારો નિમણૂક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી તરીકે ગઢી ગામના જીલ અતુલભાઇ પટેલની વર્ણી કરવામાં આવી છે જીલ પટેલ છેલ્લા ઘણા સમયથી મત વિસ્તારમાં સક્રિય છે સાથે જ કોંગ્રેસ પક્ષમાં પણ કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે જીલ પટેલને સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવાની સાથે જ સ્થાનિક કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો હતો અને જીલ પટેલને સ્થાનિક કાર્યકર્તાઓને સ્થાનિક મતદારોએ શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી.