ગોધરા આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા આર.ટી.ઓ.અધિકારી એમ.આર.ગજ્જરની બદલી સુરત આર.ટી.ઓ.કચેરી ખાતે તેમજ ચાર ઈન્સ્પેકટરો સતાર ઠાકોરની ગાંધીનગર, અજય ચૌધરીની અરવલ્લી, ભાવિક મંગલપુરાની ભરૂચ અને રાજનાથની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ.આર. ગજ્જર ગાંધીનગર આર.ટી.ઓ. કચેરી થી ગોધરા ખાતે આવ્યા હતા. તેઓએ ગાંધીનગરમાં સારામાં સારી કામગીરી કરી હતી તે આજે પણ અકબંધ છે. તેમજ અકસ્માત ઘટાડવા માટે અડાજણ ત્રિમંદિર ખાતે ચાર કટ મુકવામાં આવ્યા હતા તેમ જ કુડાસણ પાસે પણ ચાર કટ મુકવામાં આવ્યા હતા. જેના કારણે અકસ્માતો અટકાવવામાં મોટી સફળતા મળી હતી જ્યારે ગોધરામાં તેમના કાર્યકાળ દરમિયાન તેઓ દ્વારા પંચમહાલ જિલ્લાના મોટરીંગ પબ્લિક માટે અનેક સારા કામગીરી કરેલ છે. તેમજ સરકારની ટેક્ષ આવકમાં પણ વધારો કરેલ છે. જિલ્લા માર્ગ સલામતી માટે પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને અનેક સારી કામગીરી કરેલ છે. જેનાં ભાગરૂપે સરકાર દ્વારા એક ક્રિએટિવ અધિકારીને સુરત મહાનગરનો કાર્યભાર સોપી વિશ્વાસ પ્રધાન કરવામાં આવ્યું છે.