ડીસા માં મુડેઠા પાસે ટોલ ટેક્સમાં ભાવ વધારો..
રોજના 9 હજાર વાહનચાલકોએ હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે, સિંગલ અને રિટર્ન જર્નીમાં 5 થી 60 રૂપિયા સુધીનો વધારો..
બનાસકાંઠા માં ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આવેલા મુડેઠા ટોલ પ્લાઝા પર આજ થી ટોલ ટેક્સ ના દરમાં વધારો થયો છે..
જેના કારણે હવે રોજના 9000 થી પણ વધુ વાહન ચાલકોએ 5 રૂપિયા થી લઈ 60 રૂપિયા સુધીનો વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે..
આજ થી ટોલ ટેક્સના દરમાં વધારો થયો છે, જે અંતર્ગત ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર પણ મુડેઠા પાસે ટોલ પ્લાઝા આવેલું છે..
અહીંથી રોજના 9000 થી પણ વધુ વાહનો પસાર થાય છે, ત્યારે આજ થી આ ટોલ બુથ ઉપર પણ અલગ અલગ વાહનો માં 5 રૂપિયા થી લઈ 60 રૂપિયા સુધીનો વધારો થયો છે..
જેમાં સિંગલ અને રિટર્ન જર્ની એમ બંનેમાં ભાવ વધારો થયો છે, મોંઘવારી ના સમય માં લોકોએ આ એક વધુ ભાવ વધારાનો માર સહન કરવાનો વારો આવ્યો છે..
આ અંગે ટોલ પ્લાઝા પર થી પસાર થતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે, એક તરફ મોંઘવારી એ માજા મૂકી છે, પેટ્રોલ ડીઝલ હોય કે પછી ઘઉં, ચોખા કે મરચું, તેલ હોય દરેક ના ભાવ અત્યારે આસમાને છે..
આવી મોંઘવારીના સમય માં મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે..
તેવામાં ટોલ ટેક્સમાં પણ ભાવ વધારો થતાં વાહન ચાલકોએ વધુ બોજો સહન કરવાનો વારો આવ્યો છે..