પ્રભારી શ્રી જેશલભાઈ કોઠારીજીની ઉપસ્થિતિમાં ટીમ ભાજપા સંગઠનના હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક

કામરેજ વિધાનસભાના પ્રવાસી સહ પ્રભારી શ્રી જેશલભાઈ કોઠારી જી ની ઉપસ્થિતિમાં ટીમ ભાજપા સંગઠનના હોદેદારો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

  આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા બેઠકનો દોર ચાલી રહ્યો છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કામરેજ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું

જે અંતર્ગત કામરેજ વિધાનસભાના પ્રવાસી સહ પ્રભારી શ્રી જેશલભાઈ કોઠારી જી ની ઉપસ્થિતિમાં ટીમ ભાજપા સંગઠનના હોદેદારો, શક્તિકેન્દ્રના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ ની અગત્યની બેઠક યોજાઈ હતી

 જ્યારે આ બેઠકમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાવાડીયા પણ ખાસ હાજર રહી હોદ્દેદારો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ સહ ઇન્ચાર્જ ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

           આ બેઠક મા વિધાનસભાના ઈન્ચાર્જ શ્રી દિનેશભાઈ દેસાઈ, સહ ઈન્ચાર્જ શ્રી કાંતિભાઈ ચાંદગઢિયા, બી.એલ.એ.-૧ શ્રી જગદીશભાઈ સુતરિયા, મીડિયા સેલના સંયોજક શ્રી પરેશભાઈ, સોશિયલ મીડિયા સેલના સહ કન્વીનર શ્રી મહેશભાઈ, વૉર્ડ પ્રભારીશ્રીઓ શ્રી અરવિંદભાઈ ગોયાણી, શ્રી વલ્લભભાઈ ગોળકીયા, કોર્પોરેટરશ્રીઓ શ્રી વિપુલભાઈ મોવલિયા, શ્રીમતી રૂતાબેન કાકડીયા, વૉર્ડ પ્રમુખશ્રીઓ શ્રી ચીમનભાઈ, શ્રી અમરીશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, મહામંત્રીશ્રીઓ, ઉમેદવારો, સંગઠનના વિવિધ મોરચાના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.