ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો કોમ્બીંગ નાઇટ રાઉનડમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મહેન્દ્દભાઇ ચૌહાણ તથા જયરાજસિંહ જાડેજા પો.હેડ કોન્સ., એલ.સી.બી.,ભાવનગરનાંઓને સંયુકત મળેલ માહિતી આધારે બોરડીગેટ ચોકી પાછળ રોડ ઉપરથી અગાઉ ઘરફોડ ચોરીનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ નીચે મુજબનાં માણસોને ઝડપી પાડી તેઓ પાસેથી નીચે મુજબનાં રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવેલ. જે અંગે તેઓની પાસે આધાર કે બિલ ન હોય તે ફર્યુ-ફર્યુ બોલી કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.તેઓ અગાઉ ચોરીનાં ગુન્હાઓમાં પકડાય ગયેલ હોય. તેઓ પાસેથી મળી આવેલ રૂપિયા-મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શક પડતી મિલ્કત તરીકે પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ.આ તમામ ઇસમની વારાફરતી રોકડ રૂપિયા તથા મોબાઇલ બાબતે પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી બે દિવસ પહેલાં રાતનાં સવા બારેક વાગ્યાની આસપાસ ત્રણેય જણાં ડાયમંડ ચોક,દેરાસર પાસે આવેલ બે માળનાં બંધ મકાનમાં બહાર લોખંડની જાળીનું તાળું તોડી કાચનાં દરવાજો તોડીને અંદર મકાનમાં ટી.વી. યુનિટનાં ખાનામાંથી રૂ.૩,૦૦૦/-ની પરચુરણ નોટો મળી આવેલ હોવાની કબુલાત કરેલ. તેઓને આગળની કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમીર ઉર્ફે અડધી સુલ્તાનભાઇ કુરેશી (ઉ.વ.૩૦ રહે.ઘર નંબર-૨૧૨,સ્લમ બોર્ડ,આનંદનગર, ભાવનગર), સાગર ઉર્ફે ભુરીયો મગનભાઇ પરમાર (ઉ.વ.૨૫ રહે.મકાન નં.૨,સરદાર હાઉસ સામે,વલ્લભીપુર જી.ભાવનગર) અને જતીન મુકેશભાઇ કંટારીયા (ઉ.વ.૧૯ રહે.બ્લોક નં.૩,રૂમ નં.૭૦,સોમનાથ મંદિરની બાજુમાં,આનંદનગર, ભાવનગર) આમ ત્રણ ઈસમોને ઝડપી લઇ રોકડ રૂ.૧,૯૦૦/- તથા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૧૬,૯૦૦/- નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં LCB પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ, જયરાજસિંહ જાડેજા, સાગરભાઇ જોગદિયા, ઘનશ્યામભાઇ ગોહિલ, સંજયભાઇ ચુડાસમા સહીતનો સ્ટાફ જોડાયો હતો.