કુલ રુ.૦.૮૯૮ કરોડના ખર્ચે ૩૭ કામોનું લોકાર્પણ અને કુલ રુ. ૧.૧૮૯ કરોડના ખર્ચે ૫૩ કામોનું ખાતમુહૂર્ત
અમરેલી તા.૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ (બુધવાર) રાજ્યમાં સરકાર દ્વારા નિરંતર થઈ રહેલી વિકાસયાત્રા હેઠળ યોજાઈ રહેલી 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત લાઠી પ્રાંત કક્ષાનો કાર્યક્રમ લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુનિતાબેન પરમારના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. કુલ રુ.૦.૮૯૮ કરોડના ખર્ચે ૩૭ કામોનું લોકાર્પણ અને કુલ રુ. ૧.૧૮૯ કરોડના ખર્ચે ૫૩ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત વિકાસયાત્રા સતત શરુ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુનિતાબેન પરમારે સરકારશ્રી દ્વારા કરવામાં આવતી વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તનકારક તરીકે હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં બાબરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ બુટાણી સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.