શું આટલું દબાણ થાય તંત્રના ધ્યાને નહીં હોય કે પછી રહેમ નજર.
હળવદ નગરપાલિકા વિસ્તારમાં શહેરમાં મેઈન રોડ, સોસાયટી વિસ્તારમાં હાઈવે રોડ પર વગેરે કીંમતી સરકારી જગ્યા પર જમીન માફિયા દ્વારા નગરપાલિકા ની જમીન પર દબાણકારો દ્વારા બિઝનેસ માટે પતરાં વાળી દુકાનો ઉભી કરી ભાડા પેટ વેપારીઓ ને આપવામાં આવે છે અને મશ મોટો ભાડું વસુલતા હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે. જેમાં હળવદ નગરપાલિકા વહિવટી તંત્ર અને પદ અધિકારીઓએ મૌન ધારણ કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો વળી કેટલીક જગ્યાએ
માલિકો એ હેતુફેર કર્યાં વગર રહેઠાણ પ્લોટમાં કોમર્શિયલ દુકાનો ઉભી કરી દેવામાં આવી રહી છે જેમાં ઉલ્લેખનીય કે સોનાની લગડી જેવી બજાર કિંમત પ્લોટ એટલે કે રેસિડેન્સીયલકરોડો રુપિયામાં થવા પામે છે, તેમજ હળવદ બજારમાં ઠેરઠેર રોડ પર શાકભાજી ની લારીઓ અન્ય લારીઓ વાળાના પણ મોટી ભાડા વસુલાતા હોવાની પણ ચર્ચા છે, હળવદ નગરપાલિકા નું વહીવટી તંત્ર અને પદ અધિકારીઓએ હળવદ ને જમીન માફિયા અને દબાણકારોને ને છુટ્ટો દોર આપ્યો હોઈ એ રીતે ખુલે આમ સરકાર ની તિજોરી ને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતમાં હળવદ નગરપાલિકા તંત્ર તેમજ તેમની ટીમ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું? કે તેરી ભી ચુપ મેરી ભી ચુપ, આગે સે ચલી આતી હૈ પીછે સે ચલી જાતી હૈ જેવો ઘાટ સર્જાયો છે.. તેવું શહેરીજનો માં ટોપ ઓફ ધી ટાઉન બની રહું છે.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ