ભુજ, બુધવાર :

         બાળકો, કિશોરીઓ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓના પોષણ સુધાર માટે જન આંદોલનના ભાગ રૂપે દર વર્ષેપોષણ માસઉજવવામાં આવે છે જે અંતર્ગત મુન્દ્રા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળસારસ્વતમ સંસ્થા સંચાલિત આઈ.સી.ડી.એસ. મુન્દ્રા ઘટક દ્વારા તાલુકાકક્ષાના પોષણમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

          તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે બાળક અને માતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેઅન્વયે દર સપ્ટેમ્બર માસમાંપોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવે છે.

           હાલે બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવતર શરૂઆતનાભાગરૂપે ઉક્ત લાભાર્થીઓના પોષણ સ્તરને સુધારવા માટે સરકાર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાંઆઈ.સી.ડી.એસ.યોજના હેઠળના માસથી વર્ષ સુધીના બાળકોને બાલશક્તિ, સગર્ભા-ધાત્રી માતાઓને માતૃ શક્તિ અનેકિશોરીઓને પૂર્ણા શકિતના પેકેટ ટેક હોમ રાશન તરીકે આપવામાં આવે છે.

         ઉપરાંત દર મહિને મંગળવારે મંગળદિન તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે સંવાદકરી એકબીજાના જાત અનુભવો અને તેઓને પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી સમુદાય સ્તરે સાચો અને સરળ ઉકેલમેળવી તેના અમલીકરણ માટે પ્રયત્નો કરવામાં આવે છે.

           જેના ભાગ રૂપે સગર્ભા બહેનોને તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ચેતનભાઈ ચાવડા અને તાલુકા વિકાસ અધિકારીઅનિલભાઈ ત્રિવેદીના હસ્તે સુપોષણ કીટનું વિતરણ કરી સુપોષણ (મંગળ) દિનની ઉજવણી કરવામાં આવી હતી.

         મુન્દ્રાના સી.ડી.પી.. આશાબેન ગોર દ્વારાસહી પોષણ, દેશ રોશનના સંકલ્પને સાર્થક કરવા માટે આપણા જીવનમાંપૌષ્ટીક આહારનું કેટલું મહત્વ છે તે વિષેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે પોષણ મેળામાં વર્કર બહેનો દ્વારાટી.એચ.આર. પેકેટમાંથી અલગ અલગ પોષ્ટિક વાનગીઓ બનાવીને તેનું પ્રદર્શન, નિદર્શન તથા સુશોભન કરવાની સાથે તેમાંથીમળતા પોષક તત્વો અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.પોષણ મેળાના કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય સેવિકાહીનાબેન પટેલ, ધ્વનીબેન ગોર, બ્લોક કો ઓર્ડીનેટર પુનમબેન સેંઘાણી તથા તમામ આંગણવાડી વર્કરોએ મહેનત કરી હતી.