સવિનય ‘ઓલ-ઇન્ડિયા અર્બન ગેમ ફેડરેશન’–આયોજિત ‘ઓલ ઇન્ડિયા-અંડર-17–બોયઝ વોલીબોલ સ્પર્ધા’ માં સાંદિપની ઈંગ્લીશ સ્કુલ-હળવદ ને ફાઈનલમાં વિજેય મેળવી ‘ગોલ્ડ-મેડલ મેળવ્યો.

આ વોલીબોલ સ્પર્ધામાં ભારતભરમાંથી અનેક રાજ્યોની નામાંકિત ટીમોએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં ગુજરાતની ટીમનું નેતૃત્વ મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાની શ્રી સાંદિપની ઈંગ્લીશ સ્કુલનાં વિદ્યાર્થીઓની ટીમે કરેલ હતું. જે સ્પર્ધામાં શ્રી સાંદિપની સ્કુલના વિદ્યાર્થીઓએ હરિયાણા – કેરળ – મહારાષ્ટ્રની ટીમોને પરાજિત કરીને ફાઈનલમાં છતીસગઢની ટીમને હરાવીને ‘ગોલ્ડ-મેડલ’ હાંસલ કરેલ છે. જેમાં શ્રી સાંદિપની ઈંગ્લીશ સ્કુલ-હળવદની ટીમે ‘ઓલ ઇન્ડિયા અર્બન ગેમ’ માં સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કરેલ છે. અને સમગ્ર ‘વોલીબોલ સ્પર્ધા અંડર-17’ માં ગુજરાતનું ગૌરવ વધારેલ છે. જે બદલ શ્રી સાંદિપની સ્કુલ-પરિવાર તરફથી શુભ-કામનાઓ પાઠવવામાં આવે છે.

રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ