ભુજ, બુધવારઃ
જિલ્લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્યાનમાં આવતાં જિલ્લામેજીસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા કોઇ અનિચ્છિનિય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીયનિયંત્રણ લાધ્યું છે.
જાહેરનામા મુજબ કચ્છ જિલ્લામાં મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ડીસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ અને છુટકવેપારીઓ, સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રે સૂચવ્યા મુજબનું પાલન કરવાનું રહેશે. જેમાં વેપારીઓએ સીમકાર્ડનાનંબરોનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્યકિતને વેચવામાં આવ્યું હોય તેનું નામ તથા તે માટેરાખેલા દસ્તાવેજો નોંધાવવાનું રહેશે. કંપનીઓ અને વેપારીઓએ આ યાદી કંપનીના કોડ સાથેની માહિતી નજીકના પોલીસસ્ટેશન અને ડી.એસ.પી.ને આપવાની રહેશે. અને તેમાં થતાં ફેરફારની જાણ કરવાની રહેશે.
સીમકાર્ડ ખરીદવા આવનાર વ્યકિત જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી રીટેલરની જવાબદારીહોઇ તે દસ્તાવેજો જેવા કે ફોટો આઇડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટાનીસરખામણી કરવી. મોટા ભાગે દસ્તાવેજોની ખરાઇ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાકટ સોંપવામાં આવે છે. આવા સંજોગોમાં તેવાલોકોની પુરેપુરી માહિતી સ્થાનિક પોલીસને અને મોબાઇલ કંપનીઓએ સોંપવી.
મોબાઇલ સીમના ડીસ્ટ્રીબ્યુટરો સીમકાર્ડના વેચાણ અર્થે સીમકાર્ડ, કોઇપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળાઓને આપતાહોવાનું જણાઇ આવ્યું છે. જે ખુબજ ગંભીર બાબત છે. જેથી આવા સીમકાર્ડનું વેચાણ ફકત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં શોપએકટ હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી. મોબાઇલ કંપનીઓએ કોઇપણ મોબાઇલસીમકાર્ડનું એકટીવેશન કરતા પહેલા સીમકાર્ડ ખરીદનારે આપેલ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ કાર્યાન્વિતકરવું. આ જાહેરનામું આગામી તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.