જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે ના ઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દોલતસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ઢીચડા રોડ ઉપર સેનાનગરમાં રહેતા રાજુભાઇ ભીખુભાઇ શીંગરખીયાના મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૩૬ કિ.રૂ. ૫૪,૪૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- નો મુદામાલ મળી આવતા કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો.કોન્સ. ફીરોજભાઇ ખફીએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. હરપાલસિંહ સોઢાએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઃ (૧) રાજુભાઇ ભીખુભાઇ શીંગરખીયા રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર મુળ- જામરાવલ તા.કલ્યાણપુર પકડાવાના બાકી આરોપીઃ (૧) રાહુલભાઇ શીગરખીયા રહે. ઢીચડા રોડ, સેનાનગર, જામનગર (દારૂ લઇ આવનાર) (ર) રાજુભાઇ રહે. સામખીયારી કચ્છ (દારૂ સપ્લાય કરનાર) આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી કે.જે.ભોયેની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા. પો.સ.ઇ.શ્રી એ.બી.ગંઘા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, અજયસિંહ ઝાલા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं