ભુજ, બુધવારઃ
કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસકરતા વિધાર્થીઓને પુરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્તિત્વમાં આવેલછે. આ ટયુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટયુશન કલાસમાં વિધાર્થી-વિધાર્થીનીઓ રાત્રિના સમયમાં કેવહેલી સવારે ટયુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે. અને તે દરમ્યાન ઘણી વિધાર્થીનીઓ સાથે છેડતી કે બીજાકાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટયુશન કલાસ મહદઅંશેભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટયુશન કલાસના મકાની આસપાસ આવેલ રહિશોને પણ વિધાર્થીઓની સતત અવર-જવરથીપરેશાન થાય છે. ટયુશન કલાસના સંચાલકો તરફથી વિધાર્થીનીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજુઆતથયેલ છે. આમ તમામ બાબતો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટયુશન કલાસો માટે ચોકકસ સમય રાખવો જરૂરી જણાય છે.
આથી હું પ્રવિણા ડી.કે. જિલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ (સીઆ.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪નનં ૨) ની કલમ-૧૪૪ અન્વયે મળે અધિકારીની રૂએ કચ્છ જિલ્લાની મહેસુલી હદમાં આવેલ ખાનગી ટયુશન કલાસીસ સવારે ૮કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૨/૧૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આહુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.