જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના તેમજ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર  કે.જે. ભોયે તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.ગરચર સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેરોલ ફર્લો તેમજ નાસતા-ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા. દરમ્યાન જામનગર જીલ્લા જેલ માંથી ફોજદારી કેસ નંબર-૮૮૭૫/૧૮ આઇ.પી.સી.કલમ-૩૨૪ વિગેરે મુજબ મારામારીના ગુનામા જામનગર જિલ્લા જેલમાં રહેલ કાચા કામના આરોપી કાસમ દાઉદભાઇ મકવાણા રહેવાસી-એકડેએક બાપુની દરગાહ પાસે રેલ્વે સ્ટેશન પાસે તા.જી.જામનગરવાળો જેલ ખાતેથી વચગાળા ના જામીન પરથી ફરાર થઇ છેલ્લા ૧૪ મહીનાથી નાસતો ફરતો હોય જે આરોપીને સ્ટાફના સલીમભાઇ નોયડા તથા ગોવિંદભાઇ ભરવાડ તથા કાસમભાઇ બ્લોચ તથા ભરતભાઇ ડાંગર નાઓએ સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે દ્વારકના રૂપેણ બંદર મુબાળા કાંઠેથી ઝડપી પાડી જામનગર જીલ્લા જેલ ખાતે પરત સોંપવા અંગેની તજવીજ કરવામાં આવેલ છે. આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ.ગરચર તથા આર.એચ.સુવા તથા એ.એસ.આઇ ગોવિંદભાઇ ભરવાડ પો. હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ, રણજીતસિંહ પરમાર,કરણસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ. તથા અરવિંદગીરી ગોસાઇ નાઓ દ્રારા કરવામાં આવેલ છે.