ઉમરેઠ પોલીસ પેટ્રોલિંગમાં શહેરના પીપળીયા ભાગોળ પાસે આવેલ તળપદાવાસ પાસે પહોંચી હતી ત્યારે એક મહિલા પ્લાસ્ટિકનું ગેલન લઈ આવતી હતી. જે પોલીસને જોઇ એકદમ ભાગવા લાગતાં તેને પકડી નામ પુછતાં તેણે તેનું નામ પ્રીતિબેન અમરભાઈ તળપદા રહેવાસી તળપદાવાસ પાસે મુકામ ઉમરેઠ જણાવેલ. અને પ્લાસ્ટિકનું ગેલન ચેક કરતાં આશરે ત્રણ લિટર જેટલો દેશી દારૂ મળેલ. જ્યારે બીજા બનાવમાં સુરેલી ચોકડી ખાતે રહેતી વિમળાબેન ચીમનભાઈ ચુનારા પાસેથી ત્રણ લીટર દેશી દારૂ મળેલ હોવાથી બંનેની સામે પ્રોહીબીશન એક્ટ કલમ 65 એએ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ.