પ્રતાપપુરા ગામથી કચ્છ માતાના મઢ મુકામે માઁ આશાપુરા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સતત છઠ્ઠા વર્ષે પગપાળા સંઘ સાથે લગભગ બસો જેટલા યુવાનો જોડાયા હતા. ડીજેના તાલે વાજતેગાજતે સંધને ગ્રામજનો દ્વારા વિદાય આપીને ધન્યતા અનુભવી હતી. માતાજીના રથ સાથે સંઘ કચ્છ મઢે સોળ દીવસમાં પહોંચશે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, મહિલા કોંગ્રેસ પ્રમુખ કપિલાબેન ચાવડા, તાલુકા સભ્ય અશોકભાઈ, સરપંચ રમણભાઈ તથા ગામના વડીલો, યુવાનો, મહિલાઓ તથા બાળકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા