માંડવીના ખંજરોલીમાં રહેણાક વિસ્તારમાં દીપડો આવી પહોંચતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
માંડવી તાલુકામાં આવેલા ખંજરોલી રહેતા મંગુ ચીમન પટેલના ઘરના વાડાના ભાગે દીપડો દેખાતાં ગ્રામજનોએ ગાડીની લાઈટ ચાલુ કરી મોબાઈલમાં કેદ કર્યો હતો. અગાઉ તા.19 જુલાઈના રોજ ત્રણ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. અને હજી પણ બે-ત્રણ દીપડા હોવાની લોક એ જોર પક્યું હતું, દીપડો રહેણાક વિસ્તારમાં આવી પહોંચતાં ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે. લોકો રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. અગાઉ દીપડો દેખાતાં ગામના ડેપ્યુટી સરપંચ ભગવાનસિંહ સાંગડોઠે વન વિભાગને જાણ કરતાં પાંજરું ગોઠવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર નજીક આવેલાં ગામો કમલાપોર, પીપરિયા વગેરે ગામોમાંથી દીપડા પાંજરે પુરાયા છે.