પેટલાદના શહેરી વિસ્તારમાં નુર તલાવડીથી કલાલ પીપળ વિસ્તારમાં જવાના માર્ગ પર આવેલ પ્રાથમિક શાળા નજીક રસ્તા ઉપર પાણી ભરાતા શાળાના બાળકોને પાણીમાં થઈને જવું આવવું પડે છે. પાણી ભરાતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે.