સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ટાઉન હોલ ખાતે  વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી રમણભાઇ વોરાની અધ્યક્ષતામાં તેમજ સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા તથા ધી ગુજરાત સ્ટેટ ફળ અને શાકભાજી સહ.ફેડરેશન લી.ના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પ્રાકૃતિક કૃષિ-પરીસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.નવા ઉભરતા બાગાયતી પાકોના વાવેતર તથા મૂલ્ય વર્ધન” અંગે વધુ જાગૃતી આવે તે માટે આ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

એક દિવસીય પરીસંવાદમાં નાયબ બાગાયત નિયામક સાબરકાંઠા શ્રી ડી.એમ.પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી આવેલ તમામ ખેડૂતો તથા વિવિધ સંસ્થાના સામાજીક આગેવાનોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પઘ્ઘતિ” તેમજ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગેનુ માર્ગદર્શન આપ્યુ હતુ.તેમણે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા જાહેરાત કરવામા આવેલ નવીન યોજનાઓ જેવી કે કોમ્પ્રેહેન્સીવ હોર્ટીકલ્ચર કે જેમાં ખેડુત બે હેકટર કે તેથી વધુ વિસ્તારમાં ફળપાકોનું વાવેતર કરે તો વાવેતર સબસીડી ઉપરાંત બોરવેલપિયત વ્યવસ્થાફાર્મ મિકેનાઇઝેશનસ્ટોરેજલેબર રૂમવર્મીકમ્પોસ્ટ વગેરેમાં આર્થિક સબસીડી આપવામાં આવશે.મધમાખી ઉછેરમાં મંડળીના સભ્યોને વિશેષ લાભ તથા કમલમ / ડ્રેગનફ્રુટના વાવેતરમાં હેકટરે ત્રણ લાખ સુધીની સબસીડીની યોજના અંગે જીણવટભરી માહિતી આપી હતી.

આ કાર્યક્ર્મમાં પ્રાકૃતિક ખેતીના જાણકાર તથા નિકાસકારશ્રી ભરતભાઇ પટેલ દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાના પાકોના નિકાસ અંગેની શક્યતાઓ તેમજ નિકાસ કરવા બાબતે જાણકારી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યુ હતુ. વધુમાં તેમણે જણાવ્યુ કે સાબરકાંઠા જિલ્લામાંથી બટાકાની નિકાસ કરવામાં આવે છે. ખેડૂતો ભેગા મળીને એફ.પી.ઓ.ની રચના કરી તેમના માધ્યમથી વેપાર જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ઇડરના ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયા,  સા.જી.ખ.વે. સંઘ સાબરકાંઠા શ્રી જેઠાભાઇ પટેલ,અગ્રણીશ્રી પી.સી પટેલ,ઇડર નગરપાલીકા પ્રમુખશ્રી જયસિંહ તવંરદિવેલા માર્કેટયાર્ડ ચેરમેનશ્રી અશોકભાઇ પટેલશાકભાજી તથા ફળ ફેડરેશન ચેરમેનશ્રી સતીષભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.