જખૌ પાસેથી મધદરિયે ફરી એકવખત રૂ. ૨૦૦ કરોડનું હેરોઈન પકડાયું છે ગુજરાત પોલીસ એન્ટી ટેરરીઝમ સ્કવોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જોઇન્ટ ઓપરેશન દ્વારા અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટને પકડી તેમાંથી ૪૦ કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે. 

ગુજરાત એ.ટી.એસ. અને ભારતીય તટરક્ષક દળ દ્વારા ગઈકાલે મધરાત્રે જખૌ પાસેના દરિયામાં દરોડો પાડી ભારતીય સમુદ્રી સીમમાં આવેલી આ પાકિસ્તાની બોટને પકડી પાડી હતી અલ તયસા નામની બોટની તપાસ કરતા તેમાંથી રૂ. ૨૦૦ કરોડનું ૪૦ કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.બોટની સાથે ૬.પાકિસ્તાની શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે મધદરિયે પકડાયેલી આ બોટની સાથે.છ.પાકિસ્તાનીઓ ને આજે સવારે જખૌ બંદરે કોસ્ટ ગૉડ મથકે લઈ આવવામાં આવ્યા છે અને ડ્રગ્સ બાબતે વિવિધ એજન્સીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરાશે