ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં નજીવો વધારો નોંધાયો છે. આ મહિનામાં નિકાસ 1.62% વધીને $33.92 બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન, દેશની વેપાર ખાધ બમણું થઈને US$ 27.98 બિલિયન થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2021માં વેપાર ખાધ 11.71 અબજ ડોલર હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં આ વાતની પુષ્ટિ થઈ છે. આ સંબંધિત ડેટા બુધવારે (14 સપ્ટેમ્બર) ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.આ આંકડાઓ અનુસાર ઓગસ્ટમાં દેશની આયાત 37.28 ટકા વધીને 61.9 અબજ ડોલર થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન દેશની નિકાસમાં 17.68 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 193.51 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. સમાન પાંચ મહિનાના સમયગાળામાં, આયાત 45.74 ટકા વધીને $318 બિલિયન થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન વેપાર ખાધ વધીને $124.52 અબજ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં $53.78 અબજ હતી.